રત્નાગિરી હાફૂસ - અંતિમ ભાગ

(26)
  • 3.1k
  • 1
  • 1.1k

૫.અમદાવાદ શહેર ની નામચીન કેન્સર હોસ્પિટલમાં આજે અન્વેષાનુ ઓપરેશન છે.અન્વેષાના પપ્પા, મમ્મી, એની ખાસ મિત્ર શ્રુતિ, એના કાકા-કાકી સઘળા ભૌતિક રીતે અંહી જ હાજર છે, પણ મનથી ગેરહાજર છે.  અમદાવાદ થી નજીક રહેતો હોવાથી હું પણ અંહી આવી શકયો છુ. કતાર ના એક સ્નેહી મિત્ર દ્વારા અનંતનો સંપર્ક કરી શકયાની મારા ચહેરા પર ખુશી ઝળકી રહી છે. બધા જ પોતપોતાને શ્રદ્ધા હોય એ ભગવાનને અનગા માટે પ્રાર્થના કરી રહયા છે.જયારે અન્વેષા...આઈસીયુના રૂમની દિવાલો ચોતરફથી જાણે એને ભીંસે છે. રૂમમાં આવતા દરેક ચહેરામાં એ હાફૂસ ને શોધે છે કાં તો દરેકમાં એને હાફૂસ જ દેખાય છે. ઓપરેશન પહેલા હાફૂસ ને મળી