કોર્પોરેટ લાઈફ

(25)
  • 1.2k
  • 5
  • 376

"સંધ્યા તું સાંભળે છે? મારે ઓફીસ જવાનું મોડું થાય છે. જલ્દી નાસ્તો લાવને.." ડાઇનિંગ ટેબલ પરથી ઉંચા અવાજે અવિનાશ બોલ્યો. "હા લાવી, તમે જલ્દી ઉઠતા નથી અને પછી ગરમ ગરમ નાસ્તો માંગો છો. આવું કઈ ચાલતું હોય?" સંધ્યાએ રસોડામાંથી જવાબ આપ્યો. "સંધ્યા આજે ઓફીસ એક ક્લાઈન્ટ આવવાના છે. ખુબ જ જરૂરી મીટીંગ છે. પ્લીઝ થોડું જલ્દી કરને.." "હા અવિનાશ, બસ જુવો આવી ગઈ. આ રહી તમારી આદુવાળી ચા અને બ્રેડ-જામ.." "થેંક્યું સંધ્યા. તું પણ બેસી જા, આજે સાથે નાસ્તો કરી લઈએ.." "ના અવિનાશ, હજી મારે થોડું કામ બાકી છે. તમે કરી લ્યો, હું પછી કરી લઈશ.." "જેવી તારી મરજી.." અવિનાશએ