અધિનાયક નવલકથા પોલિટીકલ થ્રિલર દ્રશ્ય -35

(21)
  • 2.7k
  • 4
  • 943

દ્રશ્ય: - 35 - યુવતિ બન્ને પાસે આવી. અધિવેશ અને અવનિ તેને ઓળખી ન શક્યા. યુવતિ અવનિની પાસે આવી. અવનિ તેને જોઈ રહી. સાઠીકડા જેવી યુવતિએ ટ્યુબ ટોપ અને હોટપેન્ટ પહેર્યું હતું, યુવતિએ પોતાના ખભે લટકાવેલ બગલથેલામાંથી એક ચાવી કાઢી અને અવનિના હાથમાં આપી. કબાટ તરફ ઈશારો કરીને કબાટ ખોલવાનો નિર્દેશ આપ્યો. અવનિ કબાટ પાસે જઈને કબાટના લોકમાં ચાવી ભરાવી, લોક ખુલી ગયો. એ સાથે જ અધિવેશ અને પેલી છોકરી અવનિ પાસે આવી ગયા. એ છોકરીએ અવનિને પાછળ હટવાનું કહીને કબાટનો દરવાજો ખોલીને તેમાંથી એક ફાઈલ અને બે ડીવીડી લઈને અધિવેશને આપ્યા. અધિવેશ તેને જોઈ પ્રશ્નાર્થ ભાવે જોઈ રહ્યો.