સવારના 7 વાગેલા.રાતે મોડે સુવાને લીધે માથું થોડું ભારે હતું. ઉઠવાની બિલકુલ ઈચ્છા નહોતી પણ સૂરજનો પ્રકાશ બારી માંથી સીધો મોઢા પર આવતો હતો. અને મમ્મી નો સાદ પડ્યો. ત્યાં સુધીમાં.. "મહારાણી, ઉઠો હવે 7 વાગવા આવ્યા છે અને આમને હજી કેટલું સૂવું છે. જન્મદિવસ ના રોજ પણ." મારો બર્થડે નો દિવસ હતો. અને એ પણ સેલિબ્રેશન વગર જાય એ હું નહોતી માનતી. એમાં પણ દીક્ષા જોડે હોય તો પતી જ ગયું. થોડી વાર તો