"હેશટેગ લવ" ભાગ-૨૦હોસ્ટેલના પગથિયાં ચઢતાં મારા પગ સુસ્મિતાની યાદના કારણે અટક્યા. ક્ષણવાર માટે હું ત્યાંજ થંભી ગઈ. મારે રૂમ સુધી પહોંચવું હતું પણ કોણ જાણે કેમ હું ઉપર ચઢી જ ના શકી. પગથિયામાં જ ફસડાઈને બેસી ગઈ. શોભના અને મેઘનાનો આવવાનો સમય થઈ જ ગયો હતો. છતાં પણ હું રૂમ તરફ ના જઈ શકી. રૂમમાં એકલા જવાનો ડર હતો કે સુસ્મિતા વિના એકલા રૂમમાં તેના વિચારો મને ઝંપવા દે એમ નહોતા. એવું કંઈ સમજાઈ રહ્યું નહોતું. પણ હું પગથિયાં ઉપર જ બેસી રહી. સાંજનો સમય હતો. બધી છોકરીઓ પોતાના રૂમમાં બેઠી હતી. શોભના અને મેઘના આવ્યા. મને દાદર ઉપર બેઠેલી