ભાગ્યની ભીતર - ૭

(11)
  • 3.2k
  • 3
  • 2k

ચારો તરફ અલગ અલગ ફુલોથી શુશોભિત ગાર્ડનમાં લીલુંછમ ઘાસ બધાને ત્યાં બેસવા માટે આકર્ષિત કરતું હતું. આવા નાના નાના ઘાસના ઘણા પ્લોટ કોલેજમાં હતા અને એવું લાગતું હતું કે આ ઘાસને ફૂલોના છોડ દ્વારા તેની ફરતે દીવાલ બનાવી છે જે બધા ઘાસના પ્લોટમાં જોવા મળતું. તેની સાથે દરેક પ્લોટમાં વડ તેમજ પીપળાના 4-5 ઝાડ વિશાળ ઘટા સાથે ઉભા હતા. તેનો છાયો પણ વિશાળ હતો. બધા બ્રેક પડે એટલે પોતાની નિશ્ચિત જગ્યા પર આવીને નાસ્તો કરતાં કેેંન્ટિનમાં વિશાળ જગ્યા હોવા છતાં બધાં બારે ગાર્ડનમાં બેસે.