આદર્શ જીવનસાથી ભાગ 10હોઠ ઉપર નીત નવા બહાના મળે છે ,પ્રેમ અને પ્રેમી ક્યાં કદી છાના રહે છે ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) નિશા :" અરે , ક્યાં હતા તમે ? હું તો ઓફિસે તમારી રાહ જોતી હતી. તમને ફોન પણ કર્યો પણ ઉપાડ્યો નહિ એટલે હું જાતે જ આવી ગઈ " રાહુલ :" ઓહ્હ નો , સોરી , હું તો ભૂલી જ ગયો તને કહેવાનું. સાચું કહું ને તો હું ભૂલી જ ગયો કે તું ઓફિસ આવી છે. સોરી સોરી " નિશા " વાંધો નહિ " અને રાહુલ ફ્રેશ થાય છે અને નિશા રસોઈની તૈયારી