પ્રેમ શબ્દોથી જેટલો લખાયો છે. એથી વધારે તો એ શબ્દો વિના વખણાયો છે. પ્રેમ એક અનુભુતિ છે એક અદભુત એહસાસ છે, ભારતીય પરંપરામાં અનેક શાસ્ત્રો લખાયા છે, પણ પ્રેમ ઉપર, એક અલાયદુ પ્રેમશાસ્ત્ર ક્યારેય લખાયું નથી અને લખી શકાશે પણ નહી, કારણ, પ્રેમને શબ્દોમાં બાંધી શકાય એમ જ નથી, આટલા યુગો વિતવા છતા કોઇ પ્રેમની વ્યાખ્યા પણ કરી શક્યુ નથી અને કરે પણ ક્યાંથી, પ્રેમ ને બે લીટીમાં સમાવી શકાય ? વ્યાખ્યા પ્રેમની તે કંઇ થોડી લખાતી હશે યુગોની પરંપરા બે લીટીમાં સમાતી હશે પણ આજે એક નવા જ પ્રકારનો પ્રેમ આકાર લઈ રહ્યો હતો, આંખોના ઇશારાઓથી રજુ થતો પ્રેમ,