અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૮ ભદ્રકાલી ગુફા) લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૧૭માં આપણે જોયું કે... તપસ્યાનો હાથ પકડીને તિમિર એને શૃંગાર સરોવરના ઊંડા પાણીમાં ખેંચી જાય છે. આંખો ખોલીને તપસ્યાએ જોયું તો એનાં સંપૂર્ણ વસ્ત્રો શરીરેથી અળગાં થઈને પાણીમાં હિલોળા લઈ રહ્યાં હતાં. એ વલયાકારે ઘૂમીને ચારેય દિશાઓમાંથી ચરમસીમાની અનુભૂતિ કરવા માંડી. ઘનઘોર ઝાડીઓની પેલે પાર તેમણે જોયું કે કાલિકા માતાની રૌદ્ર સ્વરૂપની લગભગ સિત્તેર ફૂટ જેટલી ઉંચી મૂર્તિ એક વિશાળ ચટ્ટાનમાંથી કોતરીને બનાવવામાં આવી હતી. તિમિર જણાવે છે કે કાલિકા માતાનાં વિશાળ મુખની નજીક પગથિયાં જેવી રચના જણાય છે જે