એક દમદાર દીકરી ની વાત... સત્યઘટનાલવ યુ જિંદગી - એક સત્યઘટના( જિંદગી ને અલગ એન્ગલ થી અપનાવતી મારી લાડકી ) સવારના દશ વાગ્યા હતા.રેખાબેન રસોઈ કરતાં હતા. ગેસની બેય સગડી જલતી હતી. એક ઉપર ચાય અને એક ઉપર પરોઠા... શ્રુતિ ઉઠતાં ની સાથે જ ચાય પરોઠા માગે.. પછી, બ્રશ કરે. શ્રુતિ હવે અઢાર ની થવા આવી હતી. હમણાં કોલેજ ના પગથીયે પહોંચી જશે. સગાવહાલા રેખાબેનને ભયંકર પ્રેશર આપતાં... દીકરી ના હાથ પીળાં કરી દો...જમાનો ખરાબ છે. રેખાબેન આવી માન્યતા વિરુદ્ધ હતાં. એમણે જીવનમાં જે કશુંક વેઠયુ હતું એની પાછળ એજયુકેશન નો