હેશટેગ લવ - ભાગ-૧૯

(102)
  • 4.9k
  • 26
  • 2.1k

હેશટેગ લવ " ભાગ-૧૯કૉલેજ છૂટી અને અમારા મળવાના નિર્ધારિત સમયે હું કૉલેજના ગેટની બહાર આવીને ઉભી રહી ગઈ. મને આશા હતી કે અજય મને મળવા માટે આવશે જ. થોડીવારમાં જ એ સ્કૂટર લઈને ત્યાં આવી ગયો. આજે અજયને એટલા બધાં દિવસે જોયા બાદ પણ મને પહેલા જેવો આનંદ નહોતો થતો. આજે મારી આંખોમાં, મારા વિચારોમાં જાણે સુસ્મિતા આવીને વસી ગઈ હોય એમ લાગ્યું. અજયને પણ શકની દૃષ્ટિએ જોવા લાગી. અજય મારી નજીક આવ્યો. અને પૂછ્યું :"ક્યાં હતી યાર આટલા દિવસથી, કેટલા દિવસ થયા તને મળે. તારી હોસ્ટેલની બહાર પણ ચાર-પાંચ વાર ગયો હતો. ત્યાં પણ તું ના દેખાઈ. શું થયું છે