(આપણે આગળ જોયું કે સનમ સાહિલને મળીને એના દિલની વાત કેહવા માંગે છે ત્યારે જ સાહિલનો ફોન આવે છે અને એ પણ સનમ ને મળીને કંઈક કેહવા માંગે છે હવે આગળ ...)સમય સાડા સાત , સ્થળ પ્રિયા હોટેલ ,સનમ ટાઈમની પાક્કી હતી એટલે તે ટાઈમ પર પોહચીને સાહિલની રાહ જોઈ રહી હતી. સ્કાય બ્લુ રંગની કુર્તી કેમકે સ્કાય બ્લુ રંગ સાહિલનો ફેવરિટ હતો ,એક હાથ માં બ્રેસલેટ, બીજા હાથમાં વોચ, આંખોનું કાજળ એની મોટી અણિયારી આંખોને વધુ મારકણી બનાવતું હતું , લાંબા કાળા ખુલ્લા વાળ , અને હાઈ હિલ ના સેન્ડલ આમ તો સનમને બહાર જવું કે તૈયાર થવાનો શોખ