રત્નાગિરી હાફૂસ - ભાગ ૨

(26)
  • 3.9k
  • 12
  • 1.2k

૨."હાફૂસ!!!"જરાક અણગમા અને થોડીક અસમંજસ સાથે હું બોલ્યો."હા, રત્નાગિરી ની હાફૂસ, બહુ લાંબી સ્ટોરી છે""સંભળાવો, આઈ એમ ગુડ લિસનર.""પાક્કું?""હા.""તો ચાલો, હું તમને મારા વતન રત્નાગિરીની સફર પર લઈ જાઉ."અને પછી એની વાત શરૂ થઈ."પપ્પાને સરકારી નોકરી અને પહેલુ જ પોસ્ટીંગ રત્નાગિરી માં મળ્યુ. મારા જન્મ પહેલાથી જ એ લોકો અંહી રહેતા, તેથી મારા માટે રત્નાગિરી જ મારૂ વતન બની ગયું. રત્નાગિરી ની ટેકરીઓ, હરિયાળી, સાગરકિનારો, આંબાવાડીઓ, વૃક્ષોમાં ફરી-ફરીને એ બધા જાણે મારામાં એકરૂપ થઈ ગયા છે."રત્નાગિરીના દરિયાકિનારા વિશે સાંભળી મારો રખડુ જીવ રત્નાગિરીની લટાર મારવાનુ વિચારતો હતો.જરાક ખુશ થઈને એણે પૂછયુ, "તમે ખાધી છે કદી રત્નાગિરીની હાફૂસ કેરી?""હા, એનો સ્વાદ