વતનની વાતો ને ચૈતર ચોગમ વેરાતો

  • 3.8k
  • 977

લીલીછમ જાત લઈને, કૂંપળ ફૂટ્યાની વાત લઈને હું આવ્યો છું ડાળ- ડાળ પાનખરને માત દઈને. -મનન સૃષ્ટિનું યૌવન એટલે વસંત... ચોતરફ ખુશનુમા વાતાવરણ, વસંતનો વૈભવ કેટલો અનેરો છે. આહ્લાદક છે. ડાળ-ડાળ ને પાન - પાન પર પામી શકાય એમ પથરાયેલ છે. ફાગણીયો ફૂલડે ફૂલડે ફોર્યો છે.પ્રેમની ઋતુ છે. પ્રેમીઓ અને કવિઓની મોસમ છે. શિશિર ઋતુ વૃક્ષો પરથી પોતાનો રહ્યો સહ્યો પ્રભાવ પણ આટોપી રહી છે. મર્મર પર્ણશોર ધ્વનિ મનભાવન લાગે છે. ડાળ-ડાળ હવે પાનખરી પીળાશ છોડી કૂણી લીલાશ પહેરી રહી છે. કેસુડાની કળીએ બેસી