અંગારપથ ભાગ-૫ ( આગળ વાંચ્યુઃ- અભિમન્યુ ગોવા આવી પહોંચે છે... ચારૂ દેશપાંડે રંગાભાઉને મળવા જાય છે... ઇન્સ. કાંબલે તેનાં નિયત સમયે પોલીસ ચોકી પહોંચતો નથી... હવે આગળ...) ડેરેન લોબો અભિમન્યુને સીધો જ હોસ્પિટલે લઇ આવ્યો. ગોવાની સરકારી અસ્પતાલનાં આઇ.સી.યુ. વિભાગમાં રક્ષાને રાખવામાં આવી હતી અને તેને સધન સારવાર અપાઇ રહી હતી. અભિમન્યુ રક્ષાની હાલત જોઇને સહમી ગયો. રક્ષાનાં મોં પર અને આખા શરીરે અસંખ્ય ઘાવ હતાં જેનાં પર ડોકટરોએ પાટાપિંડી કરી હતી. તેનાં શ્વાસોશ્વાસ યોગ્ય રીતે ચાલે એ માટે ઓક્સિજન માસ્ક લગાવેલો હતો અને અનેક નળીઓ તેનાં શરીરમાંથી નિકળીને અવનવા મશીનો સાથે જોડાયેલી હતી. “ કોણે કર્યું