સફરમાં મળેલ હમસફર ભાગ - 31

(124)
  • 6k
  • 6
  • 2.1k

સફરમાં મળેલ હમસફરભાગ-31સિહોરની જૂની બજારમાંથી પસાર થઈ રુદ્ર અને શુભમ જોડનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા.બંને પહોંચી તો ગયાં હતાં પણ ફરી એ જ સવાલ હતો.ટુકડો ક્યાં રાખવામાં આવ્યો હશે?      મંદિરના પ્રાંગણમાં પહોંચતા જ રુદ્રને ગજબ તાજગીનો અનુભવ થયો.પરસાળમાં પૂજારી પોતાનાં કામમાં વ્યસ્ત હતા.આ વખતે પણ શુભમે પહેલ કરી.“જય ભોળાનાથ બાપુ”“આવ આવ શુભમ,જય ભોળાનાથ”“આ મારો મિત્ર છે,અમદાવાદથી આવ્યો છે.મેં વિચાર્યું મારા મિત્રને નવનાથના દર્શન કરાવું”શુભમે કહ્યું.“સારી વાત કહેવાય, તારો વિચાર ઉમદા છે”“અમે દર્શન કરી આવીએ બાપુ”શુભમે પ્રાથમિક ચર્ચા પુરી.બંને મંદિરના ઘુમ્મટ નીચે આવી ઉભા રહ્યા.ઘુમ્મટ નીચે બે ડંકા(ભગવાનને મળવાની ડૉર બેલ) લટકતા હતા.તેની નીચે નંદીની મૂર્તિ હતી.નંદીની મૂર્તિ આગળ એક