એસેટ - ભાગ 1

(64)
  • 4.8k
  • 7
  • 3k

તેણી સાડીનો પાલવ લહેરાવી, આગળનો અને બાજુનો કમનીય દેહ ઉભાર દેખાય તેમ સહેજ ત્રાંસી થઇ, લોભામણું સ્મિત કરી ઉભી રહી ગઈ. “લાઈટ ફુલ. વ્હાઈટ કર્ટેઇન. કેમેરા ઓન. કલેપ પ્લીઝ.” ડાયરેક્ટરનો અવાજ ગુંજી ઉઠયો. ખટાક કરતો કલેપ બોર્ડ પછાડવાનો અવાજ આવ્યો. એક શોટ લેવાયો. “ માર્વેલસ. હજુ વધુ સરસ થઇ શકે છે. લેટ્સ ટેઈક અનધર શોટ.” પ્રસન્નતા સાથે સંપૂર્ણતાના આગ્રહી ડાયરેક્ટરે આદેશ આપ્યો. તેણીએ મેકઅપ ઠીક કર્યો. વાળ ફરી ઓળ્યા. અરીસામાં જોઈ સ્મિતની ફરી પ્રેક્ટિસ કરી. પોતે પાતળી કમર અને યૌવનના ઉભાર સાથે ઘરેનાઓ લાઇટમાં ચમકે તે રીતે ઉભી રહી. "સુંદર. બસ, સહેજ ત્રાંસાં થાઓ.. પ્રકાશ સામે જુઓ. સાડીનો પાલવ બરાબર