કાશ... (ભાગ - 3)(આગળ આપણે જોયું કે નીમી સનમને પૂછી રહી રહી કે તે સાહિલ ને કેવી રીતે ઓળખે છે. હવે આગળ.... )"સાહિલ સનમ નો શ્વાસ " સનમ આંખો બંધ કરીને બોલીનીમી આ વાત ચાર વર્ષ જૂની છે મને બરાબર યાદ છે મારુ કોલેજ નું છેલ્લું વર્ષ ,ફાઇનલ એકઝામ પણ પુરી થવા આવી હતી. બધા મિત્રો ખુશ પણ હતા અને દુઃખી પણ, એક તરફ પોતાના કરિયરમાં આગળ વધવાની ખુશી, તો બીજી બાજુ પોતાના જીવથી પણ વ્હલા મિત્રો થી છુટા પાડવાની વેદના."સનમ વહી રુક જા... તુજહેં મેરી કસમ " દૂર થી ધવલનો અવાજ આવ્યો.( નામ ધવલ પણ કોલેજમાં ભાઈ ડી.એન તરીકે ઓળખાતા. ઉંચાઈ