અવન્તિકાનું નામ દિલો દિમાગમાં વસ્યું હતું. બે વર્ષથી તેને જોઈ નથી. તે કેમ અચાનક મને આમ છોડીને જતી રહી! એક વખત કહેવું તો જોઈતું હતું. તેણે મારથી શુ સમસ્યા છે? આ રીતે કોઈ કોઈને છોડીને જતું હશે? મેં કેટલા દિવસો સુધી તેને શોધી, મને તો વિશ્વાસ જ નથી આવતો, અવન્તિકા આવું કરી શકે, મારી અવન્તિકા આવું કરી શકે.હજુ તો કેટલું જીવવું તું, કેટલુએ ફરવું તું, ખાવું તું,પીવું તું, વાતો કરવી હતી. પણ તે મને અધુરો છોડી હંમેશા હેમશા માટે જતી રહી, તેણે તો પ્રોમિસ પણ તોડયું..