પ્રતિક્ષા - ૨૭

(112)
  • 4.1k
  • 10
  • 1.7k

ઉર્વાએ જેવું કહાનનું નામ રચિતના મોઢે સાંભળ્યું તેણે તરત જ ફોન કટ કરી નાંખ્યો. તે પોતે પણ શ્યોર નહોતી કે તે જે વિચારે છે એ સાચું હશે કે નહિ પણ છતાંય અત્યારે ચોખવટ કરવાની કોઈ જ પરિસ્થિતિમાં નહોતી તે. કહાને તેનો ભરોસો તોડ્યો હતો તે વસ્તુ ક્લીયર હતી અને રચિત પણ તેનાથી ખોટું જ બોલતો હશે તેવું તેનું અનુમાન હતું. ઉર્વિલ, કહાન, રચિત એક પછી એક આવેલા જાટકા તેનાથી હવે ખમાતા નહોતા.અત્યાર સુધી તે બહુ જ મજબુત રહી હતી પણ અત્યારે તે ક્ષણેક્ષણમાં તૂટી રહી હતી. પ્રેમ પર ઉઝરડો અને ભરોસાની મૃત્યુ તેને ડંખી રહી હતી. તેને રડવું હતું. બુમો