ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૪)

  • 2.3k
  • 2
  • 1.1k

ભારતમાં એવા વિકાસની જરૂર છેસુખમાં કે દુઃખમાં,પોતાનામાં કે પારકામાં,દરેક સાથે ન્યાય રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. ગરીબીમાં કે અમીરીમાં,હિન્દુમાં કે મુસલમાનમાં,દરેક સાથે કરુણા રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. સવારમાં કે સાંજમાં,દિવાળીમાં કે ઇદમાં,દરેક ઘરમાં ખુશહાલી રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. નેતામાં કે નાગરિકમાં,વેપારીમાં કે નોકરીયાતમાં,દરેક મનમાં દેશભક્તિ રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. ભ્રષ્ટાચારમાં કે બળાત્કારમાં,છેતરપિંડીમાં કે દગાખોરીમાં,દરેક માટે કડક સજા રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. ફોજીમાં કે પોલીસમાં,ડોક્ટરમાં કે એન્જિનિયરમાં,દરેક માટે માન-સન્માન રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. પૂજામાં કે નમાજમાં,પ્રસાદમાં કે નિયાજમાં,દરેક મનમાં શ્રદ્ધા રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. અવકાશમાં કે ભૂગર્ભમાં,દુનિયામાં કે