ક્રિષ્ના સખત હાંફી રહી હતી. આટલું બધું અને આટલી ઝડપથી એ જિંદગીમાં પહેલીવાર ભાગી હતી, બધું જ પેલા ગલુડીયાના પ્રતાપે! એનો શ્વાસ ખુબ ઝડપથી ચાલી રહ્યો હતો. એનું દીલ હજી જોરથી ધબકી રહ્યું હતુ. એના પગ એક ડગલું પણ આગળ વધવાની ના કહી રહ્યા હતા. એણે હવે દરવાજાની બીજી બાજુ નજર કરી. એક સુંદર ત્રણ માળના ઘરની બહાર એ ઊભી હતી. એ જ્યાં ઊભી હતી ત્યાંથી વીસેક કદમની દૂરી પર એ ઘરનો લાકડાનો, પિતળના મોટા હાથાવાળો, દરવાજો દેખાતો હતો. એ દરવાજે ઉપરની તરફ એક નાનો ગોળો ચાલું હતો. એ ગોળાના પીળા પ્રકાશમાં ક્રિષ્નાએ જોયુ કે ઘરના અંદર જવાના બારણાની