હેશટેગ લવ ભાગ -૧૭

(91)
  • 4.3k
  • 19
  • 1.8k

હેશટેગ લવ ભાગ-૧૭રૂમની લાઈટ બંધ કરી પોત પોતાના બેડ તરફ સુવા માટે આવ્યા. રૂમમાં અંધારું થઈ ગયું હતું. ઊંઘ આવતા પહેલા પણ મારી નજર સુસ્મિતાના બેડ તરફ જતી હતી. પણ એ પડખું ફેરવીને નિરાંતે સુઈ ગઈ હોય એમ લાગ્યું. મારા મનનો થોડો ભાર હળવો થયો. સુસ્મિતા પોતાના દુઃખમાંથી આટલી જલ્દી બહાર આવી જશે એની કલ્પના નહોતી. પણ એને નિરાંતે સુતેલી જોઈ મને થોડી રાહત થઈ. મેં પણ સુવાનો પ્રયત્ન કર્યો. મોડા સુધી જાગવાના કારણે મને પણ તરત ઊંઘ આવી ગઈ.વહેલી સવારે કાને કોઈનો બુમો પાડવાનો અવાજ સંભળાયો. મનમાં એમ વિચાર્યું કે કોઈનો ઝગડો થયો હશે. આંખ ખોલ્યા વગર જ હું