સફરમાં મળેલ હમસફરભાગ-28 “આ પુસ્તકમાં સાત પ્રકરણ છે.પરષોત્તમ કદાચ સાત જગ્યાએ પહોંચી શક્યો હશે.તેણે બધા જ પ્રકરણમાં જુદી જુદી રહસ્યમય જગ્યાઓનો ઉલ્લેખ કર્યો છે સાથે જ બધા પ્રકરણના અંતે એક કોયડો લખેલો છે.મને લાગે છે આપણે એ કોયડા ઉકેલશું તો ખજાના સુધી પહોંચી જશું”“હું તારા કોઈપણ આવા સાહસમાં સાથ નથી આપવાનો”શુભમે કહ્યું,“તને ખબર છે એ ખજાના પાછળ કેટલા લોકો હશે?જો ખજાનો હોત તો કોઈને મળી ગયો હોત”“જે લોકો એ ખજાના પાછળ હશે તેઓ પાસે આ બુક નહિ હોય.એ લોકો ભલે એક-બે કડી શોધી લે પણ જ્યાં સુધી દસ કડીઓ નહિ મળે ત્યાં સુધી ખજાનો નહિ મળે એ મને ખબર છે”“તું આટલા