કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૨

(81)
  • 3.9k
  • 10
  • 1.6k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૨નીકી ફટાફટ તૈયાર થઇને ડાઇનીંગ ટેબલ પાસે તેની મમ્મી પાસે જઇને બોલી, "મમ્મી હવે તો બોલ, શું વાત હતી.""બેટા કંઇ ખાસ નહીં." નીકીની મમ્મી તેને ચા નાસ્તો આપતા બોલી.નીકીએ વાત જાણવાની ઉતાવળમાં ગરમાગરમ ચા પી લીધી અને નાસ્તાની ડીસ હાથમાં લઇ તેની મમ્મી સામે અનિમેષ નજરે ઉભી રહી.નીકીને ચુપચાપ ઉભેલી જોઇ તેની મમ્મી બોલી,"તે બેટા કાલે માસીનો ફોન આવ્યો તે પહેલા તારી જે અધુરી વાત હતી તે તો પુરી કર."નીકીને સમજાઇ ગયું કે તેની મમ્મી તેની પાસેથી વિશ્વાસની વાત જાણવા માંગે છે અને તેના કહ્યા પછી જ તે વાત કરશે. એટલે