ચારેબાજુ શાંતિ છવાયેલી હતી. બધા એકબીજા સામે જોઈ રહ્યા હતાં. ડોહા થોડુ મનોમનથન કરી બોલ્યા... " લખમીની બા..... આય આવો તો.... !" " હૂં કોમસે તઈ રડા પાડો સો .. " " રોધવા ભેગો કંસાર કરજો... આજ મેમોન ભોણાની હા હોય તો ગોળ ધાણાં ખાવા સે અન કંસાર ખવરાવો સે... "" તઈ હમજાય એવું બોલો .... ગોળ ગોળ વાતો કરોમા.. " " અર... ગોડી આજ જ આ ભોણાની હા હોય તો આપડી લખમનું હગુ નક્કી કરી દઉ... ઈમ.. "" હાચે... મુ તો આ ભોણાન જોયો તારની વિચારતી તી બળ્યુ ભગવોને તમોન હારુ હૂજાળ્યુ.. "