એક હતી સંધ્યા - 5

(48)
  • 3.8k
  • 3
  • 1.5k

            પ્રકરણ- ૫ હું,આકાશ અને શિમલા વર્ષ ૧૯૯૦, ૩૧ ડિસેમ્બરની રાત જયારે આખી દુનિયા નવા વર્ષને વધાવવા થનગનતી હતી ત્યારે હું અને આકાશ દુનિયાને ભૂલી એકબીજામાં સમાવવા, એકબીજાને પામવા મથી રહ્યા હતા. છેવટે બે શરીર એક થઇ ગયા. શિમલાની આ ઠંડી રાત મારા જીવનમાં નવો અહેસાસ લઇ આવી. શિમલામાં સ્નોફોલ ચાલી રહ્યો હતો કાતિલ ઠંડીથી બચવા એકબીજાના શરીરની ગરમી સિવાય અમારા પાસે કોઈજ વિકલ્પ રહ્યો ના હતો. બધુંજ જાણે કોઈ ફિલ્મની વાર્તા જેવું ઘટી ગયું. નવા વર્ષની પૂર્વ સંધ્યાની પાર્ટી ચાલી રહી હતી. માઉન્ટેન પર વસેલા શિમલા શહેરમાં ફાઈવસ્ટાર કહી શકાય તેવી કોઈજ હોટેલ ના