યાદોનાં ઝરુખે : બલદાઉની આદતો થી માધવ રહેતા પરેશાન!! અનેં ત્યાંજ યાદવકુમારો એ કર્યુ નવું કારસ્તાન !!! આજની સુંદર સવારે : વૃજ અનેં મથુરા નાં બલદાઉ દ્વારિકામાં આવી એકદમ બદલાઈ ગયાં હતાં. મદિરાપાન, જુગાર આ બધામાં ગળાડૂબ હતાં એ. એેક વખત માધવનો સહારો બનતાં શક્તિમાન બલદાઉ નો માધવનેં વારંવાર સહારો બનવું પડતું.ઘણીવાર સમજાવ્યાં છતાં પણ માધવ નાનાં ભાઈ હોવાથી તેમની મર્યાદાઓથી બંધાયેલાં હતાં. બીજી બાજુ આઠેય રાણીઓનાં પુત્રો એટલે યાદવકુમારો પણ,કાકા નાં રસ્તે ચાલી નીકળ્યા હતાં. યાદવકુમારો ની પદવીનો ગેરલાભ ઉઠાવતા એ સૌ પણ, અનૈતિક કાર્યો અનેં રાજકુમારોની પ્રતિભા નેં લજાવે એવાં વાતાવરણ માં ગરકાવ હતાં. કૃષ્ણને જાણકારી હતી એટલે