ગરીબીમાં પિઝા

(43)
  • 2.6k
  • 3
  • 1k

એ એક ગરીબ છોકરો છે અને ગરીબોને હોય એવી જ એની પણ ઓળખ છે! ફાટેલી બંડી અને ચડ્ડો પહેરેલો, વિખરાયેલા વાળવાળો અને જોઈને જ ભિખારી લાગે એવી શકલવાળો! આજે એના ગજવામાં રામ જાણે કોના નસીબથી કેટલાક રૂપિયા કૂદી રહ્યા હશે તે પીઝા ખરીદવા એ એક હોટેલમાં ઘૂસી ગયો.હોટેલમાં જાણે કોઈ એલિયન ઘૂસી આવ્યો હોય એમ ત્યાં બેઠેલા બધા લોકો એ છોકરાને જોઈ રહ્યાં અને પછી બધાએ એમના રૂપાળા મોઢા બગાડીને બીજી બાજુએ ફેરવી લીધા. જાણે એમના ટેસ્ટી પિઝામાંથી આ ભિખારી જેવો છોકરો એક બટકું માંગવાનો હોય કે પછી એમની ડિશમાં બાકી બચી ગયેલો એકાદ પિઝાનો એંઠો ટુકડો એ ખાવા માટે