સંધ્યા સૂરજ - પ્રકરણ - 12

(165)
  • 4.3k
  • 9
  • 2.3k

સમય શું ચીજ છે એ માત્ર મને ત્યારે જ સમજાયું જયારે હું એ પરીસ્થીતીમાં હતી જ્યાં મારી પાસે સમયને નોધવા માટે કોઈ ઘડિયાળ ન હતી. તારીખને સમજવા માટે કોઈ કેલેન્ડર ન હતું કે દિવસને જાણવા માટે કોઈ રસ્તો ન હતો. એ અનુભવ પહેલા મને કોઈએ પૂછ્યું હોત કે સમય શું છે? તો એ માત્ર કલાકો, દિવસો કે ઘડિયાળના કાંટા સાથે ચાલતી કોઈ ચીજ છે એવો ઉડાઉ જવાબ મેં આપ્યો હોત પણ મને સમજાઈ રહ્યું હતું કે સમય એ માત્ર દિવસો, કલાકો, કે ઘડિયાળના કાંટા સાથે ચાલતી કોઈ ચીજ નથી. ભલે તમે એ બધાથી પીછો છોડાવી લો