બેઈમાન - 12

(203)
  • 9.3k
  • 7
  • 6.2k

થોડીકવારમાં જ દિલીપ તથા વામનરાવ પોલીસ હેડક્વાર્ટરે પહોચી ગયા. વામનરાવે ટેબલના ખાનામાંથી ડીલક્સ કલબના મેનેજર પાસેથી પોલીસે કબજે કરેલી નોટ કાઢીને ગજવામાં મૂકી દીધી. ત્યારબાદ બંને હેડક્વાર્ટરમાંથી બહાર નીકળ્યા. દિલીપે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. નવ વાગીને ઉપર વીસ મિનીટ થઇ હતી. ‘વામનરાવ...!’ દિલીપે માથું ધુણાવતાં કહ્યું, ‘હજુ તો માંડ સવા નવ વાગ્યા છે. અત્યારમાં કંઈ રીઝર્વ બેંક નહીં ઉઘડી હોય! ‘ ‘તો ચાલ, અંદર જઈને બેસીએ ..!’ વામનરાવ બોલ્યો, ‘ચા-પાણી પીને નિરાંતે વાતો કરીશું.’ ‘હા...પંડિત જવાહરલાલ નહેરુ હતા.’