મારો જુજુ ભાગ 3

(19)
  • 2.6k
  • 1
  • 1.1k

મારો જુજુ ભાગ 3.....      સમય સમય નું કામ કરે છે.સમય ક્યારેય કોઈ માટે રોકાતો નથી.એ મારા માટે પણ ના રોકાયો.     આ વાત ને લગભગ 2 વર્ષ થયી ગયા.  આ 2 વર્ષ કેમના નીકળ્યા આતો ફક્ત હું જ જાણું છું. રોજ દિવસ તો નીકળી જતો,પણ રાત કેમેય કરી ને જાય નહિ. રોજ રાત એનો ચહેરો મારી સામે આવી જતો. એની યાદો ભૂતાવળ બની મારો પીછો જ છોડતી નહોતી. કોઈક વાર છાને ખૂણે રડી પણ લેતી.  એને ભૂલવું મારા માટે અસહ્ય થયી ગયુ હતું... આટલું બધું કોઈ સાથે નું જોડાણ મેં ક્યારેય નહોતું અનુભવ્યું. બસ જીવન જીવ્યે જતી હતી