પ્રમાણિકતા જ સાચી નીતિ

(16)
  • 10.2k
  • 2
  • 2k

આજથી થોડા સમય પહેલાં દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ અને અન્ના હજારેએ દેશમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અને જનલોકપાલ બિલ લાવવા માટે ધરણા કર્યા ત્યારે માત્ર દિલ્લીવાસીઓ જ નહીં પરંતુ આખા દેશમાંથી એમને સમર્થન મળ્યું હતું. વિરોધ કરનારો વર્ગ તો બહુ નાનકડો હતો કે જે સમાજના એક મોટા વર્ગની અપ્રમાણિકતા અને ભ્રષ્ટતાની વિરૂદ્ધ આવાજ બુલંદ કરવા નીકળ્યો હતો. પરંતુ અફસોસ એ આંદોલન નિષ્ફળ નીવડયું અને આપણે બધા ચુપચાપ ભ્રષ્ટાચાર, અનીતિ અને અપ્રમાણિકતાની દુનિયામાં પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. દુઃખ એ વાતનું નથી કે આંદોલન નિષ્ફળ ગયું. પરંતુ એ વાતનું છે કે અનીતિ અને ભ્રષ્ટાચારની વિરૂદ્ધની આ જંગમાં ‘નૈતિકતા’ હારી ગઈ અને