વ્હાઇટ ડવ ૧૯

(143)
  • 4k
  • 17
  • 2.7k

શશાંકનો પગ બ્રેક ઉપર જોરથી દબાયો હતો. એક જોરદાર આંચકા સાથે ગાડી ઊભી રહેલી પણ એનાથીય મોટો આંચકો ગાડીના બોનેટ ઉપર આવીને પડેલો.. આકાશમાં ગાયબ થઈ ગયેલી કાવ્યા અચાનક આવીને ગાડીના બોનેટ ઉપર પટકાઈ હતી. ગાડી થોભાવી શશાંક અને ડૉક્ટર રોય નીચે કૂદી પડ્યા હતા. કાવ્યા બેહોશ હતી. શશાંકે એને ઉઠાવીને ગાડીની પાછલી સીટમાં સુવડાવી. “કાવ્યા! કાવ્યા બેટા!” ડૉક્ટર કાવ્યાના શરીરને ઢંઢોળી રહ્યા.“એને જલદી હોટેલ પર લઈ જવી પડશે.” શશાંક આટલું બોલીને ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો હતો. કાવ્યાની બાજુમાં ડૉક્ટર રોય ગોઠવાયા અને બધા હોટલ પહોંચ્યા. ત્યાંના સ્ટાફે એક ડૉક્ટર બોલાવી આપેલો. કાવ્યા ઠીક હતી. એ ફક્ત બેભાન હતી...