હેશટેગ લવ ભાગ -૧૧

(88)
  • 6.1k
  • 14
  • 2.4k

હેશટેગ લવ ભાગ -૧૧જેમતેમ કરી હું મારા કદમ મેડમના કેબીન તરફ લઈ ગઈ. મેં આઈ કમીન મેમ કહી મેં ઓફિસમાં જવાની પરવાનગી માંગી. મેડમે પોતાની આંખ ઉપર રહેલા ચશ્મા નીચા કરી મને ઈશારાથી અંદર આવવાનું કહ્યું. મેડમે પોતાના હાથમાં રહેલી પેન નીચે મૂકી અને મારી તરફ જોવા લાગ્યા અને કહ્યું : તુમ્હારે ઘર સે, તુમ્હારે પાપા કા ફોન આયા થા, મગર તુમ નહિ થી, તો ઉન્હોને બોલા હે તુમ્હે ફોન કરને કે લીએ. આટલું બોલી મેડમેં ટેબલ પર રહેલી પેન હાથમાં લઈ લીધી. મને મનમાં થોડી શાંતિનો અનુભવ થયો. હું જી મેડમ, મેં અભી STD જાકે ફોન કરતી હું. કહી ઓફિસની બહાર