વ્હાઇટ ડવ ૧૬

(133)
  • 4.2k
  • 12
  • 2.7k

થોડેક આગળ ગયા પછી કાવ્યાએ એક મોટી પહોળી ગુફા જોઈ. એમાં એક મશાલ લટકાવેલી હતી એમાંથી જ દૂર સુધી ઝાંખો ઝાંખો પ્રકાશ આવતો હતો. આટલે આવ્યા પછી કાવ્યાની નજર ચારે બાજુ દિવ્યાને શોધી રહી. એ અહીં અંદર આવ્યા પછી ગાયબ થઈ ગઈ હતી. એક ખૂણામાંથી કોઈ પક્ષીનો ચિત્કાર સંભળાયો. કાવ્યાએ એ તરફ માથું ગુમાવ્યું. એ ચોંકી ગઈ. ત્યાં ગુફામાં એક ગોખલા જેવી જગ્યામાં એક ઘુવડ બેઠું હતું. એના પગ નીચે કોઈ નાનું પક્ષી તરફડી રહ્યું હતું. ઘુવડ એને નોચી નોચીને ખાઈ રહ્યું હતું. એ પક્ષીનું આક્રંદ ધીરે ધીરે શાંત થઈ બંધ થઈ ગયું...! હંમેશા માટે! કાવ્યાને લાગ્યું જાણે આ એજ