આરોહી અને કિર્તનની મિત્રતા બહુ જ પવિત્ર અને ગાઢ હતી. પ્રદિપ એ બંનેને એકબીજાના જીવનસાથી ના રૂપે જોવા ઈચ્છે છે અને નકકી કરે છે કે આ વાત વિષે બંને શું વિચારે છે એ જાણવું જોઈએ. પ્રદિપ કિર્તન ને એક મળવા બોલાવી વાત વાતમાં જાણવાની કોશિશ કરે છે. પ્રદિપ કિર્તન ને છેડવાનું ચાલુ કરે છે અને કહે છે કે અરે કિર્તન, આરોહી શું કરે છે આજકાલ!! પેલા તો તું બધું કહેતો હતો અને હવે કઈ સરખું જણાવતો નથી. શું ચાલે છે!! કિર્તન થોડો શરમથી લાલ થઈ રહ્યો હતો, એટલે વાત ટાળવાની કોશિશ કરી ના દોસ્ત, એવું કઈ નથી. એ તો હમણાં આપણે મળ્યા