સિસ્ટર માર્થા લીનાને એના રૂમમાં છોડીને નીચે આવી. એની પાછળ જ ભરત ઠાકોર આવ્યો. એ બંને નીચે લોબીમાં ઊભેલા ડૉક્ટર આકાશ અવસ્થી પાસે ગયા. “ડૉક્ટર આ ભરત મને કેવા સવાલ કરી રહ્યો છે? આખી હોસ્પિટલ જાણે છે કે લીના એની જાતે આત્મહત્યા કરવાની કોશિશ કરે છે. એને સાજી કરવા તો એના ઘરવાળા એને અહીં મૂકી ગયા છે.” સિસ્ટર માર્થા ભરત કંઈ કહે એ પહેલા જ બોલવા લાગી, “પેલા માળની પાળી પરથી પડીને મરી ના જવાય પણ હાથ પગ ભાંગે અને બહુ દુખે એ સમજાવવા હું એને પાળી પાસે લઈ ગયેલી.” “રાતના બે વાગે?” ભરતે હસીને કહ્યું.“હા રાતના બે વાગે! મને