રાજ ..સવારે તૈયાર થયીને નેહાને કૉલ કરીને ક્યાં મળવાનું એ બધુ નક્કી કરી ને ઓફીસ જવાં માટે બાહર આવ્યો. ત્યાં સામેથી સુરેશ અંકલ એનાં નજીક આવ્યાં અનેં કેહવા લાગ્યા કે, આજે મને સવારે માનસીનો કૉલ આવયો હતો એ કહેતી હતી કે, ' ... આજે તેને ડૉક્ટર રજા આપવાના છેં તો તુ મારા ભેગો હાલ ને એને લેવા માટે.. આમ પણ ઈનાં મા કે બાપ જે હંમજ઼ો ઇ આપણે જ સીએ...તો ચાલ ને આજ મારા સાથે અનેં પછી તુ ઓફીસ જજે...હો..'!! સુરેશ અંકલ જાણતાં જ હતાં કે, માનસી ને મારે સાચવવી જ પડશે અનેં બાળક ની સચ્ચાઈ જાણવી જ પડશે .