લૈલા અને ધવલ ડો. ડોક્ટર અબ્દુલની કેબિનમાં હતા. લૈલા ડોક્ટર અબ્દુલના ટેબલ સામેની સ્ટીલ હેન્ડ સાથેની ચેર પર બેઠી હતી જે એના માટે જરાય આરામ દાયક ન હતી. એ હમેશા લેધરથી શણગારેલ ડનલપ સીટ પર બેસવા ટેવાયેલ હતી. ધવલ એવી જ સ્ટેન્ડ હેન્ડ ચેર પર લૈલાની બાજુમાં બેઠો હતો. એના માટે એ ખુરશી આરામ દાયક હતી કેમકે એ એ માટે ટેવાયેલો હતો. ખાસ વાતચીત કર્યા વિના જ લૈલાએ ડોક્ટર અબ્દુળને બાકીના અઢી લાખનો ચેક આપ્યો. ધવલ લૈલાને નંદશંકર પાસે લઈ ગયો. નંદશંકર એ જ બબડાટ કરતા હતા.. "મને કીક મારવા દો..... દીક્ષિત બેટા ઘરે જઈએ...."