"આશુતોષ અને કરણે મારી એડ કરી એના લીધે મને સી.સી.ટી.વી.ના ઓર્ડર મળવા લાગ્યા. એમાં એક ઓર્ડર ગિરીશની આ ઓફિસમાં પણ મળ્યો. હું જ્યારે ઓફિસે આવ્યો ત્યારે મેં જોયું કે બધા અહીં ખુશ મિજાજી હતા. વૈભવી મને ઓળખતી હતી એટલે મને એકલાને જ પાછળની ચેમ્બરમાં આવવાનો મોકો મળ્યો. અહીં મેં જોયું કે બે મોટી તિજોરી હતી." બધાએ સામેની દીવાલમાં જડેલી બે તિજોરી તરફ જોયું. "હું એ તિજોરી જોતા જ સમજી ગયો કે એમાં ચોક્કસ ગિરીશ પૈસા રાખતો હશે. હું હજુ ફિટિંગ કરું એ પહેલા જ ગિરીશનો ફોન આવ્યો, એણે કહ્યું કે પાછળની ચેમ્બરમાં કેમેરો લગાવજો