અઘોર આત્મા (ભાગ-૪) નર-બલિ

(208)
  • 5.6k
  • 9
  • 2.6k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૪ : નર-બલિ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (ભાગ-૩ માં આપણે જોયું કે... ચાંડાલ ચોકડી બનાવીને ભદ્રકાલીની ગુફામાં જવા માટે મને ત્રણ વિદેશી યુવક—યુવતીઓ મળી ગયાં હતાં. એમને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા માટેનો મસાલો પૂરો પાડવા માટે મેં એમને જંગલમાં અઘોરીઓની સૃષ્ટિમાં લઈ જવાનું નક્કી કર્યું. તેઓ મને પણ એક પ્રેતાત્મા – ભટકતી આત્મા સમજી રહ્યાં હશે એમ વિચારીને મને હસવું આવી ગયું... હવે આગળ...) ---------------- દૂર જંગલના ઊંડાણમાંથી મંત્રોચ્ચારનો બિહામણો અવાજ ગૂંજી રહ્યો હતો. ‘મા કાલી... મા ભૈરવી...’નો ઘોઘરા અવાજવાળો નારો ગૂંજયો, ને એના જવાબમાં- ‘મા