વ્હાઇટ ડવ ૮

(160)
  • 4.7k
  • 13
  • 3.5k

( પૂજારી પાસેથી વ્હાઈટ ડવ હોસ્પિટલ જે જગાએ ઊભી છે એનો ઇતિહાસ જાણીને આવેલી કાવ્યા બહાર ત્યાં શશાંકને ઉભેલો જોઈને ચોંકી જાય છે...) તું અહીં ઊભો ઊભો શું કરે છે?” કાવ્યાએ પૂજારીની ઓરડીમાંથી બહાર આવતા જ પૂછ્યું. “તારી રાહ જોતો હતો. શું વાતો કરી આટલી બધી વાર. ત્યાં માધવી કેટલી પરેશાન છે તારી ચિંતામાં.” શશાંક ક્યારનોય અહીં આવી વાતો સાંભળતો હતો એ છુપાવી એણે બીજીજ વાત કરી.“કેટલીવાર કહું મારી મમ્મીને આમ નામથી ન બોલાવ.” કાવ્યાએ ખોટો ગુસ્સો કરીને વાત બદલી અને ગાડી તરફ ચાલતી પકડી.ઓરડી તરફ એક નજર નાખી શશાંક પણ કાવ્યાની પાછળ ગયો. એના મગજમાં કંઈક ચાલી રહ્યું હતું.