વ્હાઇટ ડવ ૭

(162)
  • 4.4k
  • 15
  • 3.5k

( પુજારીજીની વાત મુજબ બંને બહેનો સંદૂકમાં પુરાયેલી હતી. ઘરમાં ઘૂસી આવેલા બે ગુંડાઓએ એ સંદૂક બહારથી બંધ કર્યો અને નીચે ઉતરી ગયા...) બંને બહેનો ડરથી કાંપી રહી હતી. એમાંની એક રડી રહી હતી અને બીજી એનું મોં દબાવી એને શાંત રહેવાનો ઈશારો કરતી હતી. પેલા બે જણા અહીં આવેલા અને આ મોટો પટારો જોતા એમણે એ ખોલવાનો ભરપૂર પ્રયાસ કરેલો. પટારાનું ઢાંકણ જરીકે હલ્યું પણ ન હતું. એમણે ઘણી ધમકી પણ આપેલી, બહાર આવી જવા માટે. પછી કંટાળીને પટારાનું ઢાંકણું બહારથી બંધ કરીને ચાલ્યા ગયેલા...એક છોકરી ડરની મારી રડવા લાગેલી. એના ધ્રુસકાઓનો અવાજ દબાવવા બીજી છોકરીએ એનું મોઢું પોતાના