વ્હાઇટ ડવ ૫

(160)
  • 5.5k
  • 7
  • 3.9k

વ્હાઈટ ડવ - ૫કાવ્યા અને શશાંક વ્હાઈટ ડવ હોસ્પિટલેથી ઘરે આવી રહ્યા હતા ત્યારે એમની જાણ બહાર એમની પાછલી સીટ પર કોઈ નાની બાળકીનો આત્મા આવીને બેઠેલો હતો જે એમની સાથે જ હવેલી તરફ પ્રયાણ કરી રહ્યો હતો... કાવ્યા ગાડીમાંથી નીચે ઉતરી એની સાથે જ પેલી દસ બાર વરસની છોકરી પણ નીચે ઉતરી હતી. કાવ્યા સીધી અંદર ગઇ હતી શશાંક ગાડી પાર્ક કરવા રોકાયેલો.“આવી ગઈ બેટા. બહુ વાર લગાડી. બધું બરાબર તો છેને?” કાવ્યાને જોતાજ એની મમ્મીએ પૂછ્યું, “શશાંક ક્યાં છે? એ પણ સાથે આવ્યો છે ને?”કાવ્યાને એની મમ્મીનાં મોંઢે શશાંકનું નામ ના ગમ્યું. એ કંઈ બોલી