મૃગજળ - પ્રકરણ - 13

(168)
  • 4.1k
  • 8
  • 1.7k

રાજ હોટેલ આગળ ઉભો ઇન્સ્પેકટર અમર સવારના સૂરજના કિરણો જીલતો ગાડીના બોનટ ઉપર બેઠો હતો. સમાન્ય પરિસ્થિતિમાં જો ઇન્સ્પેકટર અમર એ જગ્યાએ હોત તો એની નજર રસ્તા ઉપર જતા આવતા માણસો ઉપર હોત! એની આંખો ત્યાની મરસડીઝ અને ઓડીના નંબર નોધતી હોત. ઉતાવળી ચાલે ચાલતા માણસોના ચહેરાના હાવભાવ જોઈ કોણ હોસ્પિટલ જતું હશે અને કોણ ઓફિસે, કોણ બેંકમાં જતું હશે અને કોણ ગર્લફ્રેન્ડને મળવા એ નક્કી કરતો હોત. મુંબઈની એ ફાઈવ સ્ટાર હોટેલ આગળ ઇન્સ્પેકટર અમર ઉભો હોય એનો અર્થ એ જ હોય કા’તો એ કોઈ નેતાની ખાનગી મીટીંગ ફોલો કરતો હોય કા’તો હોટેલમાં રોકાયેલ કોઈ