સમીરા લગ્ન ના એક મહિના માં સાહિલ ના સ્વભાવ થી પરિચિત થઈ ગઈ. સાહિલ ને સમીરા માટે પાગલપન જેવો પ્રેમ હતો. સાહિલ ઘરે હોય ત્યારે સમીરા ને હમેશાં પોતાની આસપાસ જ ઇરછતો હતો. સમીરા ને સતત એનુ જ ધ્યાન રાખવાનું. ત્યારે સમીરા ના કોઈ ફ્રેન્ડ કે ફેમિલી માંથી પણ કોઈ નો ફોન આવે તો પણ સાહિલ ને ગમતું ન હતું. સાહિલ સમીરા નું ધ્યાન પણ એટલું જ રાખતો હતો.શરૂઆત માં સમીરા આ બધી બાબતો ને સાહિલ નો પ્રેમ સમજીને મન ને મનાવતી પણ સાહિલ તો સમીરા ની જિંદગી પણ કંટ્રોલ કરવા માંગતો હતો. તે સતત સમીરા નો ફોન