મૃગજળ - પ્રકરણ - 12

(167)
  • 4.7k
  • 6
  • 2k

"જી." કરણે સ્વસ્થ થઈ કહ્યું. "હું સબ ઇન્સ્પેકટર અમર ચૌહાણ." ઇન્સ્પેક્ટરે આઈ.ડી. બતાવતા કહ્યું. આઈ.ડી. જોઈ ઇન્સ્પેકટર અમરના હાથમાં આપતા કરણે એમને અંદર આવવા કહ્યું. રાત્રે ઇન્સ્પેક્ટરને પોતાના ઘરે આવેલ જોઈ વૈભવી અચંબિત રહી ગઈ. "મિસિસ વૈભવી કરણ શાસ્ત્રી તમે જ?" "હ... હા સર." વૈભવીને હવે ખાતરી થઈ ગઈ હતી કે પોલીસ કોઈ પડોશીની ખબર લેવા નથી આવી પણ પોતાના ઘરે જ આવી છે. "તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે." "પણ કેમ ઇન્સ્પેકટર?" કરણે વચ્ચે પૂછ્યું. "મી. કરણ શાસ્ત્રી એ બધું પોલીસ સ્ટેશને