વ્હાઇટ ડવ ૩

(169)
  • 5.4k
  • 4
  • 4.9k

વ્હાઈટ ડવ ૩ મા-દીકરી બંને થાકેલા હતા. બંને એકબીજાનો હાથ પકડીને સૂઈ ગયા. રાત શાંતિથી વીતી ગઈ...સવારે કાવ્યા સમયસર જાગી ગઈ હતી. ફટાફટ તૈયાર થઈને એ નીચે આવી રહી હતી ત્યારે પ્રભુને કોઈ યુવક સાથે વાત કરતો જોઇ એ સીડીમાં ઊભી રહી ગઈ. પ્રભુ એ યુવકને રૂપિયા આપ્યા અને એ યુવાન રૂપિયા લઇને ચાલી ગયો. જાણે કંઈ જોયું જ ન હોય એમ કાવ્યા ધીરેથી નીચે આવી.“તમે જાગી ગયા બેન? હું ચા નાસ્તો લાવું. બા આપની જ રાહ જોતા હતા.” પ્રભુએ આત્મીયતાથી કહ્યું.“મમ્મી ક્યાં છે?” કાવ્યાએ સવાલનો જવાબ આપવાને બદલે સામો સવાલ કર્યો.“બા મંદિરની સફાઈ કરી રહ્યા છે.” “ઠીક છે. હું