સપના અળવીતરાં ૨

(74)
  • 4.1k
  • 3
  • 2.5k

“મે આઇ કમ ઇન, સર?”         અધખુલ્લા દરવાજામાંથી ડોકાઈને મેહરાએ ફરી ટકોરા માર્યા અને એ ટકોરા નો અવાજ કે.કે. ને ખેંચીને વર્તમાનમાં લઈ આવ્યો. કે.કે. ના મગજમાંથી ગઈ કાલનો દિવસ ભૂંસાતો જ નહોતો. એ રિપોર્ટ… અને…એ યુવતી…કોણ હશે? શું કામ રડતી હશે? આટલી રાત્રે એકલી ક્યાં ગઈ હશે? કે.કે. નું સૌથી મોટુ આશ્ચર્ય તો એ યુવતીના વર્તનને લઈને હતું. દરિયાકિનારે, મધ્યરાત્રિના સમયે, એકલી યુવતી આમ ડુસકા ભરી ભરીને રડે; અને પોતે સામેથી જઇને ઓળખાણ આપી, હાથ લંબાવ્યો, ભારે રડતી આંખો થી પોતાને જોતી જ રહી! કેટલું બધું હતું એ આંખોમાં? કેટલુ દર્દ, કેટલા સવાલો કેટલી ચિંતાઓ અને… થોડી ક્ષણો